<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

રાજ્યના 34 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો: વાપી તાલુકામાં સૌથી વધુ વરસાદપડ્યો

ગુજરાતમાં આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આજે 24મીએ પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના 34 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.  વાપી તાલુકામાં સૌથી વધુ  12 કલાકમાં 1.42 ઇંચ વરસાદ ખાબક્યો છે.  નવસારી 1.26 ઇંચ વરસાદ,  વાંસદા 1.14 ઇંચ વરસાદ, પલસાણા 1 ઇંચ વરસાદ, અન્ય 31 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. 

 

(11:09 PM IST)