<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

વડોદરામાં લવ જેહાદ :સગીરાને મફતમાં રિક્ષામાં બેસાડી પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ : બે વર્ષ શોષણ કર્યું

સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે મારઝૂડ કરી સિગારેટના ડામ આપ્યા :બે વર્ષમાં સોહિલે સગીરા સાથે અવારનવાર બળજબરીથી શરીર સબંધ બાંધ્યા

વડોદરામાં ફરીવાર લવ જેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં 17 વર્ષની સગીરાને મફતમાં રિક્ષામાં બેસાડીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ. આટલું જ નહીં, સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે મારઝૂડ કરી સિગારેટના ડામ આપવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કમલાનગર નજીક રહેતી સગીરાની આજવા રોડ પર રહેતા રિક્ષા ચાલક સોહેલ પઠાણના સંપર્કમાં આવી હતી. સોહેલે સગીરા પાસેથી રિક્ષા ભાડું ના લઈને તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. જે બાદ ફોન પર વાતચીત કરીને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

થોડા સમય બાદ સોહેલ સગીરાને ભગાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં સોહેલ પોતે પણ નશો કરતો અને સગીરાને પણ નશો કરાવતો હતો. આટલેથી ના અટકતા સોહેલ ધર્મ પરિવર્તન કરી લેવા માટે સગીરા સાથે મારઝૂડ કરતો અને ના માને તો સિગારેટના ડામ આપતો હતો. આખરે સગીરા ગમે તેમ કરીને આરોપીની ચુંગાલમાંથી ભાગીને પોતાની નાનીના ઘરે આવી ગઈ હતી. જ્યાંથી તેણીએ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જ્યારે સોહેલના સંપર્કમાં આવી, ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. બે વર્ષમાં સોહિલે સગીરા સાથે અવારનવાર બળજબરીથી શરીર સબંધ બાંધ્યા હતા. સોહિલ પીડિત સગીરાને ઘરથી બહાર પણ નીકળવા નહતો દેતો. પોતાના પર થતાં અત્યાચાર અંગે કોઈને જાણ કરે, તો પીડિતાના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

હાલ તો પીડિતાની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે રિક્ષા ચાલક સોહેલ પઠાણ અને તેને મદદ કરનાર સાગરિતો મોહમ્મદ ફઈમ અને ઝુનૈદ મલિકની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:31 PM IST)