News of Monday, 26th May 2025
વડતાલધામમાં યાત્રિકો માટે નવા ર૦પ રૂમ બનાવવા ભૂમિપૂજન

વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ નડિયાદ પાસેના વડતાલ ધામમાં ઉત્સવ, સમૈયા કે પુનમના દિવસે લાખો યાત્રીકો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ભક્તોને ઉતારા ની સુવિધા માટે વડતાલ ધામમાં ૨૦૫ રૂમનું શ્રી ગોપાળાનંદસ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અપરા એકાદશીના શુભદિને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે ભુદેવોના વેદમંત્રના ગાન સાથેમોટા લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજના હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ.મોટાલાલજી મહારાજશ્રી સૌરભપ્રસાદજી મહારાજ, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેનશ્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, પૂ.બ્રહ્મસ્વરૂપસ્વામી, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેજસભાઇ પટેલ, અલ્પિતભાઇ પટેલ (બરોડા) બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, તથા સત્સંગ અગ્રણી ભૂપેન્દ્રભાઇ પટેલ (ભરૂચ) અશ્વિનભાઇ કા.પટેલ (વીરસદ) વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ચેરમેન ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે આ વિશાળ યાત્રી ભુવનનું વિસ્તરણ કાર્ય આજથી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
