<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ગુજરાતમાં ૪૪ ટકા એમએસએમઇ લોન ખાનગી બેંકો દ્વારા અપાઇ

રાજકોટ, તા. ર૪: ભારતના સુક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગ (એમએસએમઇ) ક્ષેત્ર માટે વાણિજ્‍યિક ઋણ પોર્ટફોલિયોમાં વાર્ષિક ધોરણે ૧૩ ટકાની વળદ્ધિ થઇ છે તેમજ ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં કુલ ક્રેડિટ એક્‍સપોઝર વધીને રૂ. ૩૫.૨ લાખ કરોડ થયું છે. ટ્રાન્‍સયુનિયન સિબિલ અને સિડબીના મે ૨૦૨૫ના એમએસએમઇ પલ્‍સ રિપોર્ટ મૂજબ આ ટ્રેન્‍ડ મુખ્‍યત્‍વે વર્તમાન ધિરાણકર્તાઓ દ્વારા ધિરાણ સપ્‍લાયમાં વધારાથી પ્રેરિત છે. એમએસએમઇ ક્ષેત્રમાં રૂ. ૫૦ કરોડ સુધીના ક્રેડિટ એક્‍સપોઝર ધરાવતા ધિરાણકર્તાનો સમાવેશ થાય છે.

ગુજરાત ઔદ્યોગિક ઋણ માગ માટે એક મહત્‍વપૂર્ણ પ્રદેશ તરીકે ઉભરી આવ્‍યું છે, જેમાં ખાનગી ક્ષેત્રની બેંકો ધિરાણ લેન્‍ડસ્‍કેપમાં અગ્રેસર છે. સમગ્ર રાજ્‍યમાં કુલ ધિરાણ ઉત્‍પત્તિમાં ખાનગી બેંકોની હિસ્‍સેદારી ૪૪ ટકા છે, જે ગુજરાતના વિકાસશીલ અર્થતંત્રને ધિરાણ આપવામાં તેમની મુખ્‍ય ભૂમિકા દર્શાવે છે. મેન્‍યુફ્રેક્‍ચરિંગ સેક્‍ટરક્રેડિટ માગનું એન્‍જિન રહ્યું છે,જે ૪૭ ટકા હિસ્‍સેદારી ધરાવે છે. તે અમદાવાદ, ભાવનગર,રાજકોટ,સુરત અને વડોદરા જેવા સમળદ્ધ ઔદ્યોગિક કેન્‍દ્રો દ્વારા સંચાલિત છે.

(3:05 PM IST)