<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ચાલુ ટ્રેનના દરવાજા પાસે ધક્કો લાગી જતા યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો : 60 ટાંકા આવ્યા

સુરતમાં ચાઇનીઝ ફાસ્ટ ફૂડના વ્યસાય સાથે સંકળાયેલો નેપાળી યુવક ભરત દમાઈ સુરતથી વાપી તરફ જઈ રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ

નવસારી તા.૨૬ ; ટ્રેનમાં મુસાફરી  કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવસારીમાં ટ્રેનમાંથી એક યુવક પડી ગયો હતો. જેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવક ચાલુ ટ્રેનના દરવાજા પાસેથી ધક્કો લાગી જતા તે નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ, સુરતમાં ચાઇનીઝ ફાસ્ટ ફૂડના વ્યસાય સાથે સંકળાયેલો નેપાળી યુવક ભરત દમાઈ સુરતથી વાપી તરફ જઈ રહ્યો હતો. દરમ્યાન નવસારી નજીક તે ટ્રેનમાંથી પટકાયો હતો. ચાલુ ટ્રેનના દરવાજા પાસે ધક્કો લાગી જતા તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો

ટ્રેનના લોકો પાઈલટે તરત જ નવસારી સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ યુવકને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં તેને માથા અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેની ગંભીર ઈજાઓના કારણે માથામાં 45 અને શરીરના અન્ય ભાગોમાં મળીને કુલ 60 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

(4:10 PM IST)