<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

અમદાવાદના લો ગાર્ડનમાં ધોળા દિવસે એક બાળકી અચાનક ગુમ

માતા-પિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવી : કોઈ અજાણી વ્યક્તિ લલચાવીને અપહરણ કરીને લઈ

અમદાવાદના લો ગાર્ડનમાં ધોળા દિવસે એક બાળકી અચાનક ગુમ થયાની ઘટના સામે આવી છે. ગુમ થયેલી 4 વર્ષની બાળકીના માતા-પિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવી છે. જે બાદ પોલીસે બાળકીને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૂળ ગોધરાના રહેવાસી આરતીબેન મહેશભાઈ મારવાડીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયદ નોંધાવી છે કે, ગત 24-5-2025ના રોજ સાંજે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેમની દીકરી વેદિકા લો ગાર્ડનના બગીચામાં રમી રહી હતી. આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ લલચાવીને અપહરણ કરીને લઈ ગઈ હતો. પોલીસે આ ફરિયાદને આધારે બાળકીને શોધવા તપાસ શરૂ કરી છે.

બાળકીના માતા-પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 4 વર્ષની વેદિકા ગુમ થઈ ત્યારે લાલ કલરનો ચોકડી ડિઝાઇન વાળો શર્ટ તથા જીન્સનું ભુરા કલરનું પેન્ટ પહેરેલ હતુ. તેના કમરના પાછળ વચ્ચેના ભાગે જુનું વાગેલાનું નિશાન છે. તે રંગે શ્યામ વર્ણની છે. તેના માથાના ભાગે બેબી કટ વાળ તથા મોઢુ ગોળ છે. જેના ડાબા ગાલ ઉપર સફેદ કોઢ જેવા ડાઘ છે. તેના ગળામાં કાળો દોરો બાંધેલ છે. તે ગુજરાતી તથા હિંદી ભાષા સારી રીતે બોલી તથા સમજી શકે છે.

(6:45 PM IST)