<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વલસાડ જિલ્લાના પારડીમાં નકલી ડેપ્યુટી મામલતદાર મહિલા ઝડપાઈ

અંબાચ ગામની ધોરણ 12 પાસ ભેજાબાજ યુવતીની ધરપકડ: સરકારી કચેરીમાં નોકરી આપવાની ચાર યુવકોને લાલચ આપી તેમની પાસેથી રૂપિયા 9.59 લાખ પડાવ્યા

વલસાડ જિલ્લાના પારડીમાં નકલી ડેપ્યુટી મામલતદાર મહિલા ઝડપાઈ છે. પારડીના અંબાચ ગામની યુવતી નકલી ડેપ્યુટી મામલતદાર બની  રૂપિયા 9.59 લાખની ઠગાઈ કરી હતી. સરકારી કચેરીમાં નોકરી આપવાની ચાર યુવકોને લાલચ આપી તેમની પાસેથી રૂપિયા 9.59 લાખ પડાવ્યા હતા. ફરિયાદી થતા પારડી પોલીસે  તપાસ હાથ ધરી હતી. ધો. 12 પાસ ભેજાબાજ યુવતીની ધરપકડ કરવામાં આવી છે.

 

(8:13 PM IST)