<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

બનાસ ડેરી બાદ અમૂલે પશુપાલકોને આનંદના સમાચાર આપ્યા

૨૦ મહિના બાદ પશુપાલકોને ભાવ વધારો અપાયોઃઅમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ લીટર રૃપિયાનો ૧૦ વધારો તો દાણના ભાવમાં પ્રતિ કિલોએ ૫૦ પૈસાનો ઘટાડો કરાયો છે

અમદાવાદ,તા.૨૬

બનાસ ડેરી બાદ અમૂલે પશુપાલકોને આનંદના સમાચાર આપ્યા છે. અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ લીટર રૃપિયાનો ૧૦ વધારો તો દાણના ભાવમાં પ્રતિ કિલોએ ૫૦ પૈસાનો ઘટાડો કરાયો છે. ઇતિહાસમાં પ્રથમવાર દાણના ભાવમાં ઘટાડો થતાં પશુપાલકો માટે મહત્વનો નિર્ણય ગણાવી શકાય.અમૂલ ડેરીએ લાખો પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. અમૂલ દ્વારા દાણના ભાવમાં ઘટાડો કરાયો છે તેથી લાખો પશુપાલકોને ફાયદો થશે. ઇતિહાસમાં પ્રથમવાર દાણના ભાવમાં ઘટાડો કરાયો છે. અમૂલે દાણના ભાવમાં ૭૦ કિલોની એક ગુણે ૩૫ રૃપિયાનો ઘટાડો કરાયો છે તો ૫૦ કિલોની એક ગુણે ૨૫ રૃપિયાનો ઘટાડો કર્યો છે.સાથે જ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ લીટર ૧૦ રૃપિયાનો વધારો આપ્યો છે. હવે અમૂલ ડેરી પ્રતિ કિલો ફેટ ૮૫૫માં વધારો કરી ૮૬૫ રૃપિયા ચુકવાશે. અમૂલ સાથે સંકળાયેલા સાત લાખ પશુપાલકોને ફાયદો થશે. અમૂલ દ્વારા ૨૦ મહિના બાદ પશુપાલકોને ભાવ વધારો અપાયો છે. છેલ્લે ૧ ઓગષ્ટ ૨૦૨૩ના રોજ ૩૦ રૃપિયાનો વધારો અપાયો હતો. અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.થોડા દિવસો પહેલા બનાસ ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વધારો કર્યો હતો. દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૃ.૨૫નો વધારો કર્યો હતો. સાથે જ ભાવ વધારાની અસર ગ્રાહકો પર નહીં પડે તેવી માહિતી પણ સામે આવી હતી. દૂધના ભાવ વધારાથી પશુપાલકોને દર મહિને વધારાના ૨૫ કરોડ રૃપિયા ચૂકવાશે. સમગ્ર મામલે બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી હતી.

 

(9:38 PM IST)