તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 26th May 2025
સિવિલ હોસ્પિટલની ૫૮૮ કરોડના ખર્ચે થશે કાયાપલટ
સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધુ એક વધારો થશેઃજૂની સિવિલનો અમુક ભાગ તોડી પાડી ૫૮૮ કરોડના ખર્ચે નવી હોસ્પિટલ તૈયાર થશે ૫૦૦ બેડ ઇન્ફેક્શન ડિસીઝ માટેની વ્યવસ્થા કરવામાં આવશે

અમદાવાદ,તા.૨૬
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધુ એક વધારો થશે. અમદાવાદમાં ૫૮૮ કરોડના ખર્ચે અસરવા સિવિલ હોસ્પિટલની કાયાપલટ થશે.
PM નેરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આવતી કાલે એટલે ૨૭મીએ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નાગરિકોનાં હિતને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં સુવિધાઓ વધશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાયાપલટ થશે. અમદાવાદમાં ૫૮૮ કરોડના ખર્ચે અસરવા સિવિલ હોસ્પિટલની કાયાપલટ થશે. PM નેરેન્દ્ર મોદી ૨૭મીએ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. PM મોદી ઇ ખાત મુહૂર્ત કરશે તે પહેલા સુરક્ષા એજન્સીઓએ હોસ્પિટલની મુલાકાત કરી હતી. ગુજરાતની જનતાને આવતીકાલે PM વિવિધ વિકાસની ભેટ આપશે.સુપર સ્પેશિયાલિટી વોર્ડ સાથે કુલ ૧૮૦૦ બેડની વ્યવસ્થા કરાશે. જૂની સિવિલનો અમુક ભાગ તોડી પાડી ૫૮૮ કરોડના ખર્ચે નવી હોસ્પિટલ તૈયાર થશે.
૫૦૦ બેડ ઇન્ફેક્શન ડિસીઝ માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને ૩૦૦ ICU બેડ અને ૬૦ આઇસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આવશે. અસરવા સિવિલ હોસ્પિટલમાં શિયલ કેટેગરીના ૫૦ રૃમ તથા ૫૦ સુપર સ્પેશિયાલિટી વોર્ડ તૈયાર કરવામાં આવશે. મોડ્યુલર ઓપરેશન સેન્ટર તૈયાર કરાશે
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
