તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
નંબર પ્લેટ વગરની મોંઘીદાટ કાર સાથે નબીરાનો કાફલો :વલસાડ નેશનલ હાઇવે બાનમાં લીધો :સીન સપાટા મોંઘા પડ્યા : ધરપકડ
વલસાડમાં કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે નેશનલ હાઈવે 48 પર મોંઘી કારોનો કાફલો કાઢ્યો: ધરપકડ

વલસાડ : વલસાડના કેટલાક છેલબટાઉ યુવાનોએ રોલો પાડવા વૈભવી કારોનો કાફલો હાઇવે પર કાઢ્યો હતો ,મર્સિડીઝ, થાર સહિતની નંબર પ્લેટ વગરની કારો સાથે નબીરાઓએ કાફલો કાઢ્યો હતો, પોલીસથી બચવા માટે તમામ કારોની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી.
આ નંબર પ્લેટ વગરની વૈભવી કારો સાથે નબીરાઓનો કાફલો નીકળ્યો હતો જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, આ કાફલો નીકળ્યો આ દરમિયાન હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી . આ નબીરાઓએ નેશનલ હાઇવે બાનમાં લીધો હતો
વિડિઓ વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તમામની ધરપકડ કરી હતી સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે નેશનલ હાઈવે 48 પર મોંઘી કારોનો કાફલો કાઢ્યો હતો. આ દરમિયાન હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસથી બચવા માટે તમામ કારોની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
