<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th May 2025

સુરતમાં કોરોનાના બે કેસ નોંધાયા : 40 વર્ષની મહિલા અને 73 વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ

પાંડેસરા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા અને વેસુ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો :બંને દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરત શહેરમાં આજે કોરોનાના બે કેસ સામે આવ્યા છે જેમાં પાંડેસરા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા અને વેસુ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે બંને દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા કે જેઓ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને હાલ ન્યુ સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન સપોર્ટ સાથે સારવાર હેઠળ છે અને તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના બે વ્યક્તિઓને હાલમાં કોઈ તકલીફ નથી

જયારે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ કે જેઓ રીટાયર્ડ છે અને કેન્સરની સારવાર હેઠળ છે અને મુંબઈથી કેન્સરની સારવાર મેળવી તા.23 મેના રોજ સુરત પરત આવ્યા છે અને તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે અને તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના 1 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી

બંને દર્દીઓનું સેમ્પલ સરકારની ગાઈડલાઈન મુજબ જીનોમ સિક્વન્સિંગ માટે G BRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે અગાઉ તા.23 મેના રોજ નોંધાયેલ (1) 27 વર્ષીય મહિલા અને (2) 25 વર્ષીય મહિલા દર્દીઓને ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવી છે. વધુમાં કોવીડ-19ની સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે

(12:35 AM IST)