તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 28th May 2025
કાલથી ધો.૧૨ પછી નર્સીંગ સહિત ૯ કોર્ષની ૫૧૩૩૧ બેઠકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
તા.૧૧ જુન સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયાઃ બેઠકો ખાલી રહેવા છતા નવી ૧૫૦ થી વધુ કોલેજોની અરજી

રાજકોટ તા.૨૮: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨નું પરિણામ જાહેર થયા બાદ આર્ટસ કોમર્સ અને સાયન્સ સહિતના અભ્યાસક્રમ ચલાવતી કોલેજોમાં પ્રવેશ માટે હાલમાં ‘જીકાસ'ના માધ્યમથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે.
ત્યારે ધો.૧૨ના આધારે નર્સીંગ, ફોઝીયોથેરાપી સહિત ૯ અભ્યાક્રમમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. આ ૯ કોર્ષમા઼ અંદાજીત ૫૧૩૩૧ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા તા.૨૭મી મે થી ઓનલાઇન રજીસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી છે.
ધો.૧૨ બાદ નીટને આધારે મેડીકલ-ડેન્ટલ સહિતના પાંચ કોર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. આ સિવાયના પેરા મેડીકલની કક્ષામાં આવતા ફીઝીયોથેરાપી, બીએસસી નર્સીંગ જીએમએમ, એએનએમ, નેચરોપથી, સહિત ૯ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે.
ધો.૧૨ પછી નર્સીંગ સહિતના ૯ કોર્ષની ૫૧૩૩૧ બેઠકો માટે તા.૨૯ મીથી રજીસ્ટ્રેશન શરૂ થશે તા.૧૧ જુન સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૨ મી જુન સુધી પ્રમાણપત્ર અપલોડ કરી શકાશે. તા.૧૩મી સુધી ડોકયુમેન્ટ વેરીફીકેશન પ્રક્રિયા હાથ ધરનાર છે.
ગત વર્ષે બેઠકો ખાલી રહી હોવા છતા ચાલુ વર્ષે બેઠક વધારા અને નવી કોલેજો શરૂ કરવા ૧૫૦ થી વધુ અરજી આવી છે.(
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
