તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 28th May 2025
ઝઘડિયાના રાજપારડીમાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ :પોલીસની ઢીલી નીતિ સામે સાંસદે રોષ ઠાલવ્યો
પીડિતાના પિતા સાજીદના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા ત્યારે સાજીદએ ઉલટાનું તેના પિતા સાથે ગેરવર્તુણક કરી ગાળા ગાળી કરી બે લાફા માર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપારડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજીદ હુસેન વાઝા એ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી. ઘટનાના દિવસે અન્ય વિદ્યાર્થીનીઓને સાજીદ હુસેન વાઝા એ રજા આપી દીધા બાદ સગીરાને એકલીને દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશનના ટાઈમ કરતાં વધુ બેસાડી હતી.
આ દરમિયાન તેણે સગીરા સાથે છેડતી કરી હતી. અને શારીરિક અડલા કર્યા હતા. આ ઘટના બાબતે સગીરાએ ઘરે જઈ તેની માતાને વાત કરતા તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને આ ઘટનાની જાણ કરી હતી. પિતાને પોતાની પુત્રી સાથે થયેલ છેડતીની જાણ થતાં પીડિતાના પિતા સાજીદના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા હતાં. ત્યારે સાજીદએ ઉલટાનું તેના પિતા સાથે ગેરવર્તુણક કરી ગાળા ગાળી કરી બે લાફા માર્યા હતા. ત્યારબાદ પિડીતાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ તથા પોક્સો હેઠળ ગુનો નોંધ્યો હતો, ગત રોજ મોડી સાંજે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ઘટનાની જાણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને થતા તેમને ભોગ બનનાર પરિવારની મુલાકાત લીધી હતી. અને ગુનેગારને કડકમાં કડક અને વહેલી તકે સજા કરવામાં આવશે તેવી સાંત્વના ભોગ બનનાર પરિવારને આપી હતી. બીજી તરફ સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજપારડી પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં. આરોપી શિક્ષકે અગાઉ પણ અનેક વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાની વિગતો સામે આવી રહી છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
