<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા

બંને પુત્રોના જામીન અંગે આજે દાહોદ કાર્ટમાં સુનાવણી: કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા

રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી

તેમના બંને પુત્રોના જામીન અંગે આજે દાહોદ કાર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં

સરકારમાં મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ તથા કિરણ ખાબડને દાહોદ પોલીસે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કથિત રીતે 71 કરોડ રૂપિયાના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ (મનરેગા) ગોટાળાના આરોપમાં ધરપકડ કરી છે. બચુ ખાબડ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી છે.

બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધકપકડ તેમણે કરેલી આગોતરા જામીનની અરજી પરત ખેંચ્યા બાદ કરવામાં આવી હતી

 

(4:02 PM IST)