News of Wednesday, 28th May 2025
સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે કઠોર ગામના તાળી વાળ વિસ્તારમાં રેડ પાડી : ગૌમાસ કટીંગ કરતા 5 શખ્સોને ઝડપી લીધા
દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ, રહીશ શેખ, સાહિલ પઠાણ, રસીદ શેખ, અને મયુદ્દીન મફાતીની મુદ્દામાલ સાથે ધરપકડ

સુરત તા.૨૮ : સુરતની ઉતરાણ પોલીસે ગૌ માસ કટીંગ કરતા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ, સુરતમાં આવેલા કઠોર ગામ ખાતે તાળી વાળમાં ગૌમાસનું કટીંગ થતું હતુ. પોલીસે બાતમીના આધારે રેડ પાડતા ગૌમાસ કટીંગ કરતા 5 શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે કઠોર ગામના તાળી વાળ વિસ્તારમાં રેડ પાડી હતી, જ્યાં ગૌવંશના કટીંની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાસ કટીંગ કરવામાં આવી રહી હતી. રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને પોલીસ દ્વારા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસને મળેલીબાતમી મુજબ કઠોર ગામના તાળી વાળ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ગૌમાસ કટીંગની પ્રવૃતિ ચાલતી હતી. બાતમીના આધારે ઉત્તરાણ પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર રેડ કરી હતી. પોલીસના રેડ દરમ્યાન કુલ ૧૯૭ કિલોગ્રામ ગૌમાસ સ્થળ પરથી ઝડપવામાં આવ્યું હતું. સાથે સાથે ગૌવંશના કટીંગ માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૮૬,૨૨૦ થાય છે.
પોલીસે દરોડા પાડીને 197 કિલો ગૌ માસ ઝડપી પાડ્યું હતું. પોલીસે 197 કિલો માસ અને ગૌવંશ કટીંગ કરવાના સાધનો કબજે કર્યા છે. પોલીસે 86,220 ની મતાનો મુદ્દામાલ કબજે કરીને દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ, રહીશ શેખ, સાહિલ પઠાણ, રસીદ શેખ, અને મયુદ્દીન મફાતીને ઝડપી પાડ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
