તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
પ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા: ફિલ્મ જોઇ પ્રેમી પંખીડાએ ખેલ્યો ખૂની ખેલ: માત્ર એક લિટર પેટ્રોલે ભાંડો ફોડ્યો
સાંતલપુરના જાખોત્રા ગામેથી અર્ધ બળેલી અને નગ્ન હાલતમાં એક આધેડનો મૃતદેહ મળ્યો હતો, આઘેડને મહિલાના કપડા પહેરાવામાં આવ્યા અને પગમાં ઝાંઝર પણ

પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે પ્રેમ પ્રકરણમાં એક આધેડની હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમી યુગલે સાથે જીવવા માટે બોલીવુડ ફિલ્મ જોઈને તેની સ્ટોરીની માફક એક આધેડને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. ત્યારબાદ મૃતદેહને મહિલાના કપડાં પહેરાવીને તેને આગ લગાવી દીધી હતી. એવો દેખાડવાનો પ્રયાસ કર્યો કે, કોઈ કારણોસર આગ લાગતા યુવતીનું મોત થયું છે. પરંતુ આખા ષડયંત્ર અને પ્લાનિંગમાં એક ભૂલના કારણે તેમનો ભાંડો ફૂટી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે, મંગળવારે સાંતલપુરના જાખોત્રા ગામેથી અર્ધ બળેલી અને નગ્ન હાલતમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ આઘેડને મહિલાના કપડા પહેરાવામાં આવ્યા હતા અને પગમાં ઝાંઝર પણ. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ તપાસ કરતા ઘટના સ્થળની આસપાસ રહેતી ગીતા આહિર અને તેની પાડોશમાં રહેતા ભરત આહિર બંને ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ગીતા આહિર પરણિત હતી છતા તેને અન્ય પુરુષ ભરત આહિર સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. સમાજ બન્નેને સાથે રહેવા દેશે નહીં એવું માની બન્નેએ એવો પ્લાન બનાવ્યો કે જેમા એવું લાગે કે ગીતા સળગીને મરી ગઈ છે અને કોઈને ષડયંત્રની ગંધ પણ ન આવે તેવું પ્લાનિંગ નક્કી કર્યું હતું.
બંનેને પકડાઈ જવાનો ડર હતો, તેથી તેમણે "દ્રશ્યમ" ફિલ્મ જોઈને એક ષડયંત્ર રચ્યું હતું. પ્રેમી પંખીડાએ સાથે મળીને એવું નક્કી કર્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ શોધીને તેને ગીતાના કપડાં પહેરાવી, ઘરની પાછળના ભાગમાં આગ લગાવી દઈશું અને ભાગી જઈશું. જેથી ગીતાનું આગમાં મોત થયું છે તેવું સાબિત થાય અને પરિવાર ગીતાની શોધ કરે નહીં. પછી બન્ને શાંતિથી જોડે રહે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
