News of Wednesday, 28th May 2025
અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે આયોજિત જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ 2025ને બહોળો પ્રતિસાદ
ભાગ લેનારા સ્પર્ધકોએ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો:. વિવિધ કેટેગરીમાં રેકોર્ડ 268 રજિસ્ટ્રેશન નોંધાયા

અમદાવાદ :અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ 2025નું સફળ સમાપન થયું છે. અમદાવાદના પાલડીમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે 24થી 27 મેના રોજ આયોજિત રોમાંચક ટેનિસ ટૂર્નામેન્ટને બહોળો પ્રતિસાદ જોવા મળ્યો છે.
અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ 2025 24 મેના રોજ શરૂ થઈ હતી. જેમાં ભાગ લેનારા સ્પર્ધકોએ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. વિવિધ કેટેગરીમાં રેકોર્ડ 268 રજિસ્ટ્રેશન નોંધાયા હતા. જે છેલ્લા ત્રણ વર્ષમાં આયોજિત ગુજરાત જીએસટીએ લેવલ 1 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છે.
નવા ઉભરતા યુવા પ્રતિભાશાળીઓથી માંડી અનુભવી ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં જુનિયર ખેલાડીઓના પરિવારજનો, સ્થાનિક ટેનિસ ક્લબ્સ અને રમતગમતના ઉત્સાહીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અંડર-9 કેટેગરીમાં વિઆન સુતરિયાએ જોષી શ્રાવ્યને 5-2થી હરાવ્યો હતો. બોય્ઝ અંડર-10 ફાઈનલ કેટેગરીમાં આર્યન નાયક ગુજરાતનો નંબર વન રેન્કર U-10 બન્યો છે. શાશ્વત પટેલ 7-6(4) સાથે ટાય-બ્રેકર રહ્યો હતો. જે રાજ્યમાં બોય્ઝ U-12 કેટેગરીમાં ત્રીજા નંબરે રહ્યો હતો. અંડર-૧૨ ફાઇનલમાં કોર્ટ પર પાછો ફર્યો હતો, પરંતુ અર્ણવ પાન્ડે સામે નિષ્ફળ રહ્યો હતો, અર્ણવે 7-4થી મેચ જીતી હતી.
પાર્થે શ્લોકે બોય્ઝ અંડર-14 ફાઇનલમાં વેદાંગ દવે સામે 7-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. બોય્ઝ અંડર -16માં પલાશ સુતરિયાએ દર્શ શાહ વિરૂદ્ધ 7-5એ જીત હાંસલ કરી હતી.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
