<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ચુંગાલમાંથી માસૂમને ઉગારી લીધી

અપહરણકારે બાળકીની ઓળખ ન થાય માટે તેના વાળ કપાવી નાખ્યા હતા. તે આરોપીએ બાળકીને છુપાવી રાખી હતી: બાળકીને જોતા માતાપિતા રડી પડ્યા હતા.

અમદાવાદ :નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

મળતી માહિતી મુજબ અમદાવાદના નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારે બાળકીની ઓળખ ન થાય માટે તેના વાળ કપાવી નાખ્યા હતા. તે આરોપીએ બાળકીને છુપાવી રાખી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહ્યું હતું.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણકર્તાના સકંજામાંથી માસૂમને ઉગારી લીધી હતી. બાળકીને જોતા માતાપિતા રડી પડ્યા હતા.

આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આવી ઘણી ઘટનાઓ અમદાવાદમાં બની છે.જેમાં આરોપીઓએ નાની બાળકીઓનું અપહરણ કરીને તેમની સાથે ખરાબ કૃત્ય કર્યું હોય. ત્યારે નાની 4 વર્ષીય બાળકીને કિડનેપરની ચુંગાલમાંથી બચાવી લેવાઈ છે. તેમજ બાળકીને તેના માતાપિતાને પરત સોંપી દેવામાં આવી છે.તો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

 

(6:39 PM IST)