<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

હાલોલ શહેરમાં શાકમાર્કેટ પાસે ગેરકાયદેસર નિર્મણાધીન શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પડાયું

ગેરકાયદેસર બાંધકામ બાબતે ફરિયાદ કરાતા બાંધકામ તોડી પાડવાનો ઓર્ડર થયો પછી પંચમહાલ કલેક્ટરના આદેશ બાદ પાલિકા દ્વારા શોપિંગ સેન્ટરનું બાંધકામ તોડી પાડવામા આવ્યું

અમદાવાદના ચંડોળા તળાવમાં પણ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ગુનાહિત પ્રવૃતિ સાથે સંડોવાયેલા તમામ આરોપી સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના ગેરકાયદે મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.  જેમાં પંચમહાલની વાત કરવામાં આવે તો... હાલોલ શહેરમાં શાકમાર્કેટ પાસે ગેરકાયદેસર નિર્મણાધીન શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું  છે.

ગુજરાતમાં ડિમોલિશને લઇ રાજ્ય સરકાર એક્શનમાં છે, અમદાવાદ, દ્વારકા, જામનગર, કચ્છ, ગીર સોમનાથ, સુરત, રાજકોટ, પોરબંદર સહિતના અનેક શહેરોમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. દબાણકર્તા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પંચમહાલના હાલોલમાં તંત્રએ ગેરકાયદે દબાણો પર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલોલ શહેરમાં શાકમાર્કેટ પાસે ગેરકાયદેસર નિર્મણાધીન શોપિંગ કોમ્પ્લેક્સ તોડી પાડવામાં આવ્યું  છે.

કોઈપણ પ્રકારની મંજુરી વગર મોટા શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું હતું, ગેરકાયદેસર હોવાનું જાણવા મળતા  હાલોલમાં શાકમાર્કેટ પાસે ગેરકાયદેસર નિર્મણાધીન શોપિંગ કોમ્પ્લેક્સને તોડવામાં આવ્યું છે. ગેરકાયદેસર બાંધકામ બાબતે ફરિયાદ કરવામાં આવતા બાંધકામ તોડી પાડવાનો ઓર્ડર થયો હતો જે બાદ પંચમહાલ કલેક્ટરના આદેશ બાદ પાલિકા દ્વારા આજ રોજ શોપિંગ સેન્ટરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. પંચમહાલમાં ગેરકાયદે દબાણ હટાવવા કાર્યવાહી કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. 

 

(7:42 PM IST)