તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 360 રૂપિયા સુધી બોલાયો : જાણો 18 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 4,091.25 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 4,091.25 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 360 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 280 રૂ. અને નીચો ભાવ 51 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમદાવાદમાં 340 રૂ., બીલીમોરામાં 320 રૂ., કપડવંજમાં 290 રૂ., ભુજમાં 280 રૂ., ડીસામાં 260 રૂ., અમરેલીમાં 250 રૂ., ગોંડલમાં 236 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,091.25 ટન ડુંગળીની આવક થઇ છે.


(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
