<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વડોદરાના દક્ષિણ ઝોનમાં વિવિધ રસ્તાઓ પર પટ્ટા મારવા રૃ.૧.૧૦ લાખ ખર્ચાશે

શ્રીજી કન્સ્ટ્રક્શન કંપનીનું અંદાજીત રકમ કરતાં ૩૪.૩૦% ઓછા મુજબના યુનિટ રેટ ભાવપત્રને મંજુરી મળવા બાબતે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે

વડોદરા,તા.૨૮

વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઈજારાથી વિવિધ રસ્તાઓ પર હોટ એપ્લાઈડ થર્મોપ્લાસ્ટીક પેઈન્ટથી પટ્ટા પાડવાના કામે રૃ.૧,૧૦,૦૦,૦૦૦ (GST સહ)ની નાણાકીય રકમની મર્યાદામાં મે.શ્રીજી કન્સ્ટ્રક્શન કંપનીનું અંદાજીત રકમ કરતાં ૩૪.૩૦% ઓછા મુજબના યુનિટ રેટ ભાવપત્રને મંજુરી મળવા બાબતે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વડોદરા પાલિકામાં વિવિધ રસ્તાઓ પર હોટ એપ્લાઈડ થર્મોપ્લાસ્ટીક પેઈન્ટથી સેન્ટરલાઈન, એજલાઈન, કર્બ લાઈન તેમજ ઝેબ્રા ક્રોસિંગ, પાર્કિંગ લાઈન વગેરે પ્રકારના લાઈન માર્કિંગ (પટ્ટા) પાડવાની જરૃરીયાત અન્વયે અંદાજ રૃ.૧,૧૦,૦૦,૦૦૦થી મંજૂરી આપવામાં આવી છે.

સદર કામે રૃ.૧,૧૦,૦૦,૦૦૦ની મર્યાદામાં કામગીરી કરાવવા ભાવપત્રો મંગાવતા માત્ર એક જ ઇજારદારના ભાવપત્ર આવેલ. મેં. શ્રીજી કન્સ્ટ્રક્શન કંપની રૃ.૭૩,૩૭,૦૦૦(GST સહ) જે અંદાજીત રકમ કરતા ૩૩.૩૦% ઓછા સદર કામે ઇજારદાર મે.શ્રીજી કન્સ્ટ્રક્શન કંપનીના ભરેલ ભાવ અંદાજીત રકમથી ૩૩.૩૦%ઓછા મુજબનું થાય છે. ઇજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતા અંદાજીત રકમથી ૩૪.૩૦% ઓછા મુજબ કામગીરી કરવા સંમતિ દર્શાવી છે. કામગીરી વાર્ષિક ઈજારા હેઠળ રૃ.૧,૧૦,૦૦,૦૦૦ (GST સહ)ની નાણાકીય રકમની મર્યાદામાં કરવાની રહેશે.

 

(9:20 PM IST)