News of Wednesday, 28th May 2025
રાજપીપલા નજીક નર્મદા કિનારે આવેલ વરાછા ગામમાં વાવાઝોડાએ વિનાશ કર્યો
60 થી વધુ કાચા મકાનોના પતરા ઉડ્યા :ખેડૂતોના ખેતરમાં કેળના પાકને ભારે નુકશાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં તાજેતરમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું આવતા નર્મદા કિનારાના વરાછા ગામમાં ભારે વિનાશ વેરાયો હતો ,
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા નજીક નર્મદા કિનારે આવેલ વરાછા ગામમાં પરમ દિવસે અચાનક ભારે પવન ફુંકાયો અને થોડીવારમાં વાવાઝોડું ફુંકાયું જેના લીધે ગામના ગરીબોના કાચા મકાનોના પતરા ઉડ્યા અને કેટલાક લોકોના કાચા ઝુંપડા જમીનદોસ્ત થયા.પવનનો વેગ એટલો ભારે હતો કે ગામની દૂધ મંડળીના દૂધના ખાલી કેન પણ દૂર ફંગોળસી ગયા હતા જયારે ખેડૂતોના ખેતરમાં કેળના ઉભા પાકને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું . ગ્રામજનોની લાગણી છે કે સરકાર સત્વરે ગામમાં નુકશાનનો સર્વે કરાવી રાહત આપે
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
