તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
નઘાતપોર ગામની સીમમાંવી 17 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચાડી

(ભરત શાહ દ્વારા )નર્મદા : ગરુડેશ્વર પોલીસ માં જાણ કરનાર છગનભાઇ બચુભાઇ તડવી (ઉ.વ.આ.૪૨) ધંધો-ખેતી( રહે.નઘાતપોર નિશાળ ફળીયું. તા.ગરૂડેશ્વર, જી.નર્મદા) ના જણાવ્યા મુજબ તેમનો દીકરો રાજેન્દ્રભાઈ છગનભાઇ તડવી ઉ.વ.આ.૧૭ રહે.નઘાતપોર નિશાળ ફળીયું, તા.ગરુડેશ્વર, નાઓ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના સુમારે બળદો ચરાવતા ચરાવતા પોતાના ઘરે આવતા હતો તે વખતે ચમળાભાઇ જેઠાભાઇ તડવી નાઓના ખેતરના શેઢા ઉપર જતા ભોગ બાળક ઉપર જંગલી જનાવર દિપડાએ અચાનક જ હુમલો કરતા બાળક ને માથાની જમણી સાઇડે તેમજ ડાબી આંખની બાજુમાં નાક ઉપર તેમજ જમણા હાથ ઉપર પંજા વાગી ઇજાઓ થતા બનાવ બનતા. ગરૂડેશ્વર પોલીસે નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
