તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th May 2025
સુરતમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા :યુવક અને વૃદ્ધાનો રિપોર્ટ પોઝીટીવ
નાનપુરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવક અને ઘોડદોડ રોડ પર રહેતા 64 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે શહેરમાં કોરોનાના વધુ 2 કેસ સામે આવ્યા છે. જેમાં 30 વર્ષીય યુવક અને 64 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ સંક્રમિત યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની તબિયત સ્થિર છે. આ યુવકના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના કોઈ પણ વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
બીજા કેસમાં ઘોડદોડ રોડ પર રહેતા 64 વર્ષીય વૃદ્ધ મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે. તેઓના પણ નજીકના સંપર્કમાં હોય, તેવા પરિવારના એક વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી. હાલ દર્દીના સેમ્પલ લઈને સરકારની ગાઈડલાઈન મુજબ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
