News of Thursday, 29th May 2025
કડી વિધાનસભા પેટા ચૂંટણી લડવા માટે ભાજપ કાર્યાલયે લાઈન લાગી :60 થી વધુ દાવેદારોએ બાયોડેટા રજૂ કર્યો
ભાજપના નિરીક્ષકો દિનેશભાઈ અનાવાડિયા-EX MP, કૌશલ્યા કુંવારબા-પ્રદેશ ઉપાધ્યક્ષ , કનુભાઈ દેસાઈ – ગાંધીનગર શહેર પૂર્વ મહામંત્રી ધ્વારા દાવેદાર ઉમેદવારોની સેન્સ લેવાઈ રહી છ

મહેસાણાની કડી વિધાનસભા પેટા ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે કાર્યકર્તાઓની લાઈન લાગી હતી. હાલમાં ભાજપ કાર્યાલય ખાતે કડી વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા ચાલુ છે. પેટાચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવાર માટે સેન્સ લેવાઈ રહી છે. ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ માટે લાઇનો લાગી છે. ટિકિટ મેળવવા પોતાના બાયોડેટા સાથે દાવેદારો નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા.
ભાજપના નિરીક્ષકો દિનેશભાઈ અનાવાડિયા-EX MP, કૌશલ્યા કુંવારબા-પ્રદેશ ઉપાધ્યક્ષ , કનુભાઈ દેસાઈ – ગાંધીનગર શહેર પૂર્વ મહામંત્રી ધ્વારા દાવેદાર ઉમેદવારોની સેન્સ લેવાઈ રહી છે. અત્યાર સુધી 60 થી વધુ દાવેદારોએ બાયોડેટા રજૂ કર્યો હતો ે
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
