<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ગુજરાતના વધુ એક અધિકારીને ખોટા જાતિ પ્રમાણપત્ર રજૂ કરવા બદલ બરતરફ કરાયા

રાજ્યના ઉપ સચિવ લક્ષ્મીબેન કટારિયાને તાત્કાલિક અસરથી બરતરફ કરાયા :જાતિ અંગેના ખોટા ST પ્રમાણપત્રના આધારે બઢતી લીધી હતી

ગાંધીનગર : રાજ્યના વધુ એક અધિકારીને ખોટા જાતિ પ્રમાણપત્ર રજૂ કરવા બદલ બરતરફ કરાયા છે. રાજ્યના ઉપ સચિવ લક્ષ્મીબેન કટારિયાને તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. જાતિ અંગેના ખોટા ST પ્રમાણપત્રના આધારે બઢતી લીધી હતી. તમામ સરકારી લાભો પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. અગાઉ સુરતના ACP ને પણ  જાતિ પ્રમાણપત્ર ખોટું રજૂ કરવા બદલ બરતરફ કરાયા હતા.

 

(12:44 AM IST)