News of Thursday, 29th May 2025
૩૦ જેટલી લૂંટ, ચોરી કરનાર ૨૫ વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્ય પ્રદેશથી પોલીસે વેશપલટો કરી દબોચ્યો
૨૫ થી ૩૦ ગુન્હા કર્યા યુવાનીમાં અને આ બધા નડ્યા પ્રૌઢા અવસ્થામાં..પોલીસ આવું પણ પરિણામ લાવી શકે ઓપરેશન વોન્ટેડ...રેન્જ વડા રાજેન્દ્ર અસારી અને મહીસાગર જીલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા ટીમની સરાહનીય કામગીરી

રાજકોટ તા. રાજ્ય પોલીસ તંત્રના વિવિધ શહેર જિલ્લા, બ્રાન્ચો સહિત ભૂતકાળમાં અનેક પડકારજનક કામગીરી સફળતાપૂર્વક પાર પાડનાર તથા અમદાવાદની રથયાત્રા સમયે કોમો ભાઇચારો વધારવા અદભુત આયોજન કરનાર હાલના પંચ મહાલ રેન્જ વડા રાજેન્દ્ર અસારી અને જે તે સમયના અમદાવાદના ડીસીપી અને હાલ મહીસાગર જિલ્લા ષ્ટંશત વડા જયદીપસિંહ જાડેજા દ્વારા રીઢા અને વર્ષોથી વોન્ટેડ આરોપી પકડાય નહીં તે પોલીસની નાલેશી ગણાય તેવા મતના છે. એટલે આ બન્ને શષ્ટત ના માર્ગદર્શનમાં વર્ષોથી ફરાર એવા અપરાધીઓને પકડવા ચાલતા અભિયાનમાં ૨૫ વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં સફળતા મળી છે.
સંતરામપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૫૯/૨૦૦૦ ઇ.પી.કો.કલમ ૩૯૫,૩૯૭ મુજબના ગુન્હામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપી થાવરીયા માનસિંગ ડામોર ઉ.વ.આશરે ૫૨ રહે. પલાસડોર બાલાવાસા તા.થાંદલા જી.ઝાબુંઆ મધ્યપ્રદેશ નાને પકડવા સારુ અગાઉ પણ પેરોલ ટીમ તેમજ અન્ય ટીમો આરોપીના ઘર પર તેમજ આસપાસના વિસ્તારમાં ગયેલ પરંતુ તે તમામ પ્રયત્નોમાં આરોપી પકડાયેલ નહી.
૨૮/૦૫/૨૦૨૫ ના રોજ પેરોલ ફ્લો શાખાના હે.કો. વિનોદભાઇ ગંગજીભાઇ બ.નં.૮૦૬ નાઓને આ આરોપી પોતાના ઘર થી દુર નદી કિનારે ડુંગર પાસે એક નાના છાપરામાં હોવાની બાતમી હકીકત મળેલ.
જે આધારે મહિસાગર પેરોલ ફર્લો શાખાના પો.સ.ઇ.શ્રી બી.પી.પટેલ તેમજ એ.એસ.આઇ. મણીલાલ ગણપતભાઇ, અ.હે.કો. વિનોદભાઇ ગંગજીભાઇ, પો.કો. જીગ્નેશસિંહ વિજયસિંહ, પો.કો.દિક્ષીતભાઇ રાજેશભાઇ, પો.કો.અલ્પેશભાઇ લક્ષ્મણભાઇ, ડ્રા.હે.કો.પ્રદિપસિંહ મહેન્દ્રસિંહ તથા ડ્રા.હે.કો. અશોકભાઇ અંબાલાલ એ રીતેના પોલીસ માણસો મોડી રાત્રે થાંદલા તાલુકાના બાલવાસા ગામે આરોપી જે જગ્યાએ છાપરામાં છુપાયેલ તેની આસપાસ નદી વિસ્તારમાં તેમજ ડુંગરોની કોતરમાં અલગ અલગ સ્થળે છુપી રીતે વોચમાં ગોઠવાઈ ગયેલ. યારબાદ લગભગ વહેલી સવારે અંધારામાં જ આરોપી જે છાપરામાં છુપાયેલ તેને કોર્ડન કરી લીધેલ અને છાપરામાં તપાસ કરતા આરોપી થાવરીયા માનસિંગ ડામોર ઉ.વ.આશરે પર રહે. પલાસડોર બાલાવાસા તા.થાંદલા જી.ઝાબુંઆ મધ્યપ્રદેશનો મળી આવતા તેને પકડી હસ્તગત કરી એમ.પી. ના હરિનગર પોલીસ ચોકી ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી સારૂ સંતરામપુર પોલીસ મથકને હવાલે કર્યો છે. અત્રે એ યાદ રહે કે આરોપી વિરુદ્ધ ૨૫ થીં ૩૦ ચોરી અને લૂંટના ગુન્હા છે. (૯.૧૩)
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
