News of Thursday, 29th May 2025
ગણપત યુનિવર્સી ટીને એવોર્ડ

અમદાવાદઃ સમગ્ર એશિયા અને મિડલ ઈસ્ટના દેશોની સુપ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ સ્થળોએ ધી ઇલેટ્સ વર્લ્ડ એજયુકેશન સમિટનું આયોજન થાય છે જેમાં વિવિધ કેટેગરીમાં અલગ અલગ યુનિવર્સિટીને એવોર્ડઝ એનાયત કરી વિશેષ સન્માન આપવામાં આવે છે. તાજેતરમાં દુબઈ ખાતે મળેલા આવા સમિટમાં ગણપત યુનિવર્સિટીને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો અલગ અલગ યુનિવર્સિટીને આ એવોર્ડ તેની શૈક્ષણિક વિશેષતા સિદ્ધિને અનુરૂપ શ્રેણીમાં એનાયત થાય છે ‘‘ઇમર્જિંગ યુનિવર્સિટી ગ્લોબલી'' તરીકે ઇન્ટરનેશનલ લેવલે ગ્લોબલ લેવલે જેનું શૈક્ષણિક સ્તર ઉભરી રહ્યું છે એવી યુનિવર્સિટી તરીકે જયારે ગણપત યુનિવર્સીટીને એવોર્ડ એનાયત થયો છે ૧૮૦૦૦ કરતાં વધુ વધારે વિદ્યાર્થીઓ ૮૦૦ થી વધારે અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી સાથે વાઇબ્રન્ટ બની રહેતું ૩૦૦ એકરનું કેમ્પસ, ૫૦,૦૦૦ જેટલા વૃક્ષોથી આચ્છાદિત અને હરિયાળું છે અહીં પૂરતી વાહન સુવિધા, બેંકો, ગણપત વિદ્યાનગરની પોતાની પોસ્ટ ઓફિસથી પણ કેમ્પસ સજજ હોવાનું યાદીમાં જણાવાયું છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
