News of Thursday, 29th May 2025
નવસારી માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારની કેરીની એકજ દિવસમાં 1492 મણ ભરપૂર આવક
કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1650 રૂપિયા સુધી નીચો ભાવ 940 રૂપિયા બોલાયો : લંગડો કેરીનો ઉંચો ભાવ 1500 રૂ., રાજાપુરીનો ઉંચો ભાવ 1140 રૂપિયા સુધી બોલાયો

નવસારી તા.૨૯ : નવસારી માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારની કેરીની આવક ચાલુ છે. નવસારી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1650 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 940 રૂપિયા બોલાયો છે. જ્યારે લંગડો કેરીનો ઉંચો ભાવ 1500 રૂ., રાજાપુરીનો ઉંચો ભાવ 1140 રૂપિયા સુધી બોલાયો હતો.
નવસારી માર્કેટ યાર્ડ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર, યાર્ડમાં આજે કુલ 1492 મણ (29.8 ટન) કેરીની આવક થઇ છે.
નવસારી માર્કેટ યાર્ડમાં ક્યારે કેટલો બોલાયો કેરીનો ભાવ
કેરીનો પ્રકાર નીચો ભાવ ઉંચો ભાવ
કેસર 940 1650
લંગડો 1070 1500
રાજાપુરી 750 1140
આમ્રપાલી 750 890
દેશી 350 650
તોતાપુરી 200 550
બદામ - 390
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
