News of Thursday, 29th May 2025
સુરતમાં સરકારી મિલકત પર મસ્ત મોટી ત્રણ માળની ગેરકાયદે બિલ્ડીંગ બનાવી દેતા ઉધના મામલતદાર દ્વારા બાંધકામ તોડી પડાયું
દિનેશ પટેલ નામનો શખ્સ ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવીને મોટું ભાડું કમાવતો હતો , ત્રણ માળની બિલ્ડિગ પર દાદાનું બુલડોઝર ફેરવી ડિમોલિશન

સુરત તા.૨૯ : રાજ્યમાં ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં અમદાવાદ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, સહિત અનેક શહેરોમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું ડિમોલિશન ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરતમાં ઉધના મામલતદાર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના ઉધના મામલતદાર દ્વારા ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં લિંબાયત ડુંભાલમાં સરકારી મિલકત પર 36 હજાર ચો. મી પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, ઉધના મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને મેગા ડિમોલિશન કર્યું છે.
સરકારી મિલકત પર મસ્ત મોટી ત્રણ માળની ગેરકાયદે બિલ્ડીંગ બનાવી દેવામાં આવી હતી. જેના કારણે દિનેશ પટેલ નામનો શખ્સ ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવીને મસ્ત મોટું ભાડું કમાવતો હતો. આજ રોજ ત્રણ માળની બિલ્ડિગ પર દાદાનું બુલડોઝર ફેરવી ડિમોલિશન કરવામાં આવ્યું છે. સાથે જ ગેરકાયદે ઊભા કરવામાં આવેલ 100 થી વધુ ઝૂંપડા દૂર કરવામાં આવ્યા છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
