News of Thursday, 29th May 2025
સરખેજમાં બ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર ધમધમતું હુક્કાબાર ઝડપાયું
નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો 35 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદમાં SG હાઈવે પર સરખેજ પોલીસે દરોડા પાડીને હુક્કાબાર ઝડપી પાડયું છે, જેમાં સરખેજમાં બ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલતુ હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો 35 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદમાં ફરીથી હુક્કાબાર ધમધમતા થયા છે કે શું તેને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે, નામાંકિત કેફેની આડમાં હુક્કાબારનો ધંધો ચાલતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓની અહીંયા ખાસ સવલતો સાથે પીરસવામાં આવતી હતી અને પ્રાથમિક તબક્કે સંખ્યાબંધ ગ્રાહકો હુકકા પીતા નજરે પડયા હતા. સરખેજ પોલીસને બાતમીના આધારે એસજી હાઈવે પર બ્રુ રોસ્ટ કેફેમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન બ્રુ રોસ્ટ કેફેની આડમાં ધમધમાતું હુક્કાબાર ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડા પાડીને નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો 35 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાંથી ફરી એક વાર હુક્કાબાર ઝડપાયો છે, એસજી હાઈવે પરથી સરખેજ પોલીસે હુક્કાબાર પકડી પાડ્યો છે. સરખેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એસજી હાઈવે પર સરખેજ મહંમદપુરા રોડ પર શ્રી રામ મોટર્સની બાજુમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં હુક્કાબાર ચાલે છે. જે હુક્કાબારમાં જુદા જુદા હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીન યુકત ફ્લેવરનાં તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવે છે, જેથી પોલીસે દરોડા પાડતા ત્યાંથી હુક્કાનો સામાન મળી આવ્યો હતો.
સરખેજ પોલીસે દરોડા પાડતા બ્રુ રોસ્ટ કેફેમાં હબીબ હક તેમજ જસ્ટીન પરેરા નામના બે શખ્સ મળી આવ્યા હતા, જેઓની પુછપરછ કરતા સામે આવ્યું કે આ કેફેમાં આવેલી રેસ્ટોરેન્ટ તેઓ મહિને 50 હજારનાં ભાડે ચલાવે છે, આ કેફેનાં ગાંધીનગરનાં દિવ્યરાજસિંહ ચાવડા, વિનય તિવારી અને જુહાપુરાનાં હામીદ ભાઈની ભાગીદારી માલિકીનું છે. પોલીસે કેફેમાં તપાસ કરતા 13 હુક્કા અને 13 હુક્કાની જુદી જુદી ફ્લેવર મળી આવી હતી, આણંદનો જસ્ટીન પરેરા આ હુક્કાબાર ચલાવતો હતો, પોલીસે કુલ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા હુક્કાનાં ફ્લેવરને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
