<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1581 રૂપિયા બોલાયો : જાણો 21 યાર્ડમાં શું રહ્યો ભાવ

ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 684.69 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 684.69 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1581 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1530 રૂ. જ્યારે નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમરેલીમાં 1569 રૂ., જસદણમાં 1536 રૂ., બાબરામાં 1535 રૂ., હળવદમાં 1530 રૂ., ગોંડલમાં 1496 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 684.69 ટન કપાસની આવક થઇ છે.

(7:39 PM IST)