<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 420 રૂપિયા સુધી બોલાયો : જાણો 18 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 8,269.90 ટન ડુંગળીની આવક થઇ:કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 18 માર્કેટ યાર્ડમાં કુલ 8,269.90 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 420 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 270 રૂ. અને નીચો ભાવ 55 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 360 રૂ., અમદાવાદમાં 340 રૂ., બીલીમોરામાં 320 રૂ., મહેસાણામાં 300 રૂ., કપડવંજમાં 290 રૂ., ગોંડલમાં 226 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

 

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,269.90 ટન ડુંગળીની આવક થઇ છે.

(7:40 PM IST)