<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અમદાવાદ મનપા સિંદૂર વન બનાવશે : 500 જેટલા સિંદૂર રોપાનું વાવેતર કરાશે

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ , વૃક્ષારોપણ કાર્યક્રમ યોજશે જેમાં 40 લાખ વૃક્ષો વાવવાનું AMCનું આયોજન:.જગતપુર બ્રિજ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમમાં 500 જેટલા સિંદૂરના રોપાનું વાવેતરકરી સિંદૂર વન નામ અપાશે

અમદાવાદ :ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં સિંદૂર વન બનાવશે . 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ , વૃક્ષારોપણ કાર્યક્રમ યોજશે જેમાં 40 લાખ વૃક્ષો વાવવાનું AMCનું આયોજન  છે ..જગતપુર બ્રિજ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજશે. જેમાં 500 જેટલા સિંદૂરના રોપાનું વાવેતર કરવામાં આવશે અને આ વનનું નામ સિંદૂર વન આપવામાં આવશે. અમદાવાદનું ગ્રીન કવર હાલ 12 % છે .ગ્રીન કવર વધે તે માટે મનપા દ્વારા દર વર્ષે અલગ અલગ વન બનાવામાં આવે છે. 

પાકિસ્તાન વિરુદ્ધ ભારતે શરૂ કરેલા 'ઓપરેશન સિંદૂર'ની અસર વિશ્વભરમાં દેખાઈ છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસમાં પણ 'ઓપરેશન સિંદૂર'ની અસર જોવા મળી છે. AMC શહેરમાં આવેલા જગતપુર બ્રિજના છેડે સિંદૂર વન બનાવશે. 5000 ચોરસ મીટરમાં સિંદૂર વન બનાવવામાં આવશે. જેમાં 500 જેટલા સિંદૂરના વૃક્ષ રોપવામાં આવશે. જણાવી દઈએ કે વિશ્વ પર્યાવરણ દિવસે સિંદૂરના છોડ રોપવામાં આવશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરીને કામગીરી શરૂ કરાવવામાં આવશે.

PPP ધોરણે સિંદૂર વન ડેવલપ કરવામાં આવશે. તેની 5 વર્ષ સુધી જાળવણી પણ કરવામાં આવશે. આ પાર્કમાં 12,000 વૃક્ષો પૈકી 551 વૃક્ષ સિંદૂરના વાવવામાં આવશે. જેને સિંદૂર વન તરીકે વિકસાવવામાં આવશે. જ્યારે બાકી રહેતા ઈન્ડીજીનસ પ્રકારના જુદા જુદા વૃક્ષથી મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે.

(10:36 PM IST)