News of Thursday, 29th May 2025
પ્રતાપનગર ગામની પરણિતાએ ગામકુવા ગામે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
ત્રણેક દિવસ પર પતિ સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ ભાઈને ઘરે આવી આ પગલું ભર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં પરણેલા વીણાબેન વિક્રમભાઇ વસાવા (ઉ.વ.૪૧) નાઓને ત્રણેક દિવસ અગાઉ પતિ વિક્રમભાઈ બાબરભાઇ વસાવા નાઓ સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલવાનું થતા માઠુ લાગી આવતા તેઓના પિયરમાં સગા ભાઇ દશરથભાઇ માધવભાઇ વસાવા (રહે.ગામકુવા તા.નાંદોદ જી.નર્મદા) આવતા રહેલ ત્યાં તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ વીણા બેને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેમને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ. જેઓનું સારવાર દરમ્યાન તા.૨૮/૦૫/ ૨૦૨૫ ના રોજ મોત નિપજતા અમલેઠા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
