<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

સરકારી કર્મીઓના પરિવારને PMJAYના લાભ માટે કચેરીના વડાનું પ્રમાણપત્ર જરૂરી

માર્ગદર્શિકા જાહેર કરાઈ, પેન્‍શનર્સના કિસ્‍સામાં પણ વ્‍યવસ્‍થા કરાઈ

 

અમદાવાદ,તા.૩૦: રાજ્‍ય સરકાર દ્વારા સરકારના અધિકારી, કર્મચારી અને પેન્‍શનર્સ તેમજ ઓલ ઇન્‍ડિયા સર્વિસીસ (એઆઈએસ)ના અધિકારીઓ માટે શરૂ કરાયેલી ગુજરાત કર્મયોગી સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા યોજનામાં PMJAY-મા યોજના હેઠળ કુટુંબ દીઠ ૧૦ લાખ રૂપિયાની કેશલેસ સારવારની જાહેરાત કરાઈ છે. તેનો લાભ તેમના પરિવારને મળે તે માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

આરોગ્‍ય વિભાગના જણાવ્‍યા મુજબ PMJAY-મા યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે PMJAY કાર્ડ હોવું જરૂરી છે. આ કાર્ડની ફાળવણી સિરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્‍શનર્સના કિસ્‍સામાં કુટુંબની વ્‍યાખ્‍યા મુજબની પાત્રતા ધરાવતા હોય તેવા આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ તમામ કર્મચારીઓ જ્‍યાં કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. એઆઈએસ અને રાજ્‍ય સરકારના પેન્‍શનર્સના કિસ્‍સામાં પેન્‍શનર જે જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી, પેન્‍શન ચૂકવણી કચેરી ખાતેથી પેન્‍શન મેળવતા હોય તે જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારી, પેટા તિજોરી અધિકારી, પેન્‍શન ચૂકવણા અધિકારી, પગાર અને હિસાબ અધિકારી દ્વારા અથવા જે કચેરીમાંથી નિવળત થયા હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. ઈ-કેવાયસી કરી શકાય તે માટે કુટુંબના દરેક સભ્‍યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે.(૪૦.૬)

(1:09 PM IST)