તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
નર્મદાના કોલવણ ગામની ભાગળે અચાનક દીપડો આવ્યો : રમતા બાળકોમાંથી 9 વર્ષની બાળકીને ખેંચી ફાડી ખાધી
બાળકીને દીપડો ખેંચી ગયાની જાણ થતાં જ બાળકીના પિતા તેની પાછળ દોડ્યા પરંતુ ત્યાં સુધી દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો કરી દીધો: બાળકીના પિતા દોડી જતા દીપડો બાળકીને નજીકના ખેતરમાં છોડીને જતો રહ્યો

નર્મદાના કોલવણ ગામની ભાગળે બાળકો રમતા હતા. તે જ સમયે અચાનક જ દીપડો ત્યાં આવી ચડ્યો. રમતા બાળકોમાંથી દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી ગયો અને ફાડી ખાધી.
બાળકીને દીપડો ખેંચી ગયાની જાણ થતાં જ બાળકીના પિતા તેની પાછળ દોડ્યા. પરંતુ ત્યાં સુધી દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો કરી દીધો હતો. બાળકીના પિતા દોડી જતા દીપડો બાળકીને નજીકના ખેતરમાં છોડીને જતો રહ્યો.દીપડાના હુમલાથી 9 વર્ષની બાળકીનું મોત થયું. બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લવાયો.પરંતુ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર ન હોવાથી પોસ્ટમોર્ટમ પણ ન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા.
બાળકીનો મૃતદેહ સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટર ન હોવાના કારણે તેનું પોસ્ટમોર્ટમ થઇ શક્યું નહોતું. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકી ટ્રાફિકજામ કર્યો હતો. તદઉપરાંત ફોરેસ્ટ વિભાગના કર્મચારી ત્યાં ન પહોંચતા ગ્રામજનો રોષે ભરાયા હતા. સાગબારા પોલીસ સ્ટેશનની સામે જ રસ્તો રોક્યો હતો.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
