<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદર વિધાનસભાની ખાલી બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરાયા બાદ આમ આદમી પાર્ટીએ આ બંને બેઠક પર સ્ટાર પ્રચારકોની ટીમ જાહેર કરી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, દિલ્હીના પૂર્વ CM આતિશી, દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ સહિતનાનો સમાવેશ

ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદર વિધાનસભાની ખાલી બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી દરેક રાજકીય પક્ષ ચૂંટણી લડવા પોતાના ઉમેદવારનું નામ એક પછી એક જાહેર કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ બંને બેઠક પર તેમના સ્ટાર પ્રચારકનું નામ જાહેર કર્યા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર અને કડી ખાતે યોજાનાર પેટા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અનુસાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, દિલ્હીના પૂર્વ CM આતિશી, દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ, રાજ્ય સભા સાંસદ રાઘવ ચઢ્ઢા, દિલ્હીના ધારાસભ્ય ઇમરાન હુસેન, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવનું નામ સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ રાષ્ટ્રીય નેતાઓ આવતીકાલે વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના રોડ શો જન આશીર્વાદ યાત્રા અને ઉમેદવારી પત્રક ભરનાર કાર્યક્રમમાં હાજર રહેશે.

સાથે સાથે ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધારાસભ્ય સુધીર વાઘાણી, મહારાજ મલિક, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સૌરાષ્ટ્રના કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, સંગઠન મંત્રી અમૃત મકવાણા, ખેડૂત નેતા પરેશ ગોસ્વામી, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, નોર્થ ઝોન પ્રમુખ બીપીન ગામેતી, કોર્પોરેટર પાયલ સાકરીયા, કોર્પોરેટર ધર્મેશ ભંડેરી, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરા, સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, દક્ષિણ ઝોન પ્રભારી રામ ધડુક, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુ બોરખતરીયા, મુકેશ અહલાવત, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, અમજદ પઠાણ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરીબેન દેસાઈનું નામ પણ સ્ટાર પ્રચાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

 

(3:57 PM IST)