News of Friday, 30th May 2025
તારાપુર-વટામણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સ્માત: ભોળાદ ગામના બાઈકસવાર 2 યુવકોના કરૂણમોત
અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી

આણંદના તારાપુરમાં તારાપુર-વટામણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર 2 યુવકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, તારાપુર-વટામણ હાઇવે પર ફતેપુરા ચોકડી નજીક ગંભીર અક્સ્માતની ઘટના બની છે. કારની ટક્કરે બાઈક પર સવાર બે યુવકોના મોત થયા છે. બન્ને મૃતક ભોળાદ ગામના વતની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
