તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
અમદાવાદમાં 27 જુને નીકળશે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા: મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને કલર કામ પૂર્ણ થયા બાદ રથના પૈડા પણ રિપેર કરવામાં આવશે

અમદાવાદ :જગન્નાથની રથયાત્રા હવે ગણતરીના દિવસોમાં જ આવી રહી છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વાર મંદિર ખાતે હવે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને કલર કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં 148મી રથયાત્રા વાજતે ગાજતે 27 જુનના રોજ નીકળવાની છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સામેથી ચાલીને ભક્તોને દર્શન આપતા હોય છે અને ભક્તો પણ આતુરતા પૂર્વક આ દિવસની રાહ જુએ છે. રાહ જોતો ભક્તોનો એ દિવસ હવે ખુબજ નજીક આવી રહ્યો છે.
ભગવાન જગન્નાથના મંદિરે ટ્રસ્ટ દ્વારા હાલમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને કલર કરવામાં આવી રહ્યું છે. આ કલર કામ પૂર્ણ થયા બાદ રથના પૈડા પણ રિપેર કરવામાં આવશે. આ કામ પત્યા પછી રથયાત્રા દરમ્યાન રથમાં કોઈ ખામી ન સર્જાય તે માટે જરૂરી સમારકામ પણ હાથ ધરવામાં આવશે.
અમદાવાદામાં ભગવાનન જગન્નાથની 148મી રથયાત્રાના રૂટમાં ફેરફાર અંગેના ગજગ્રાહના વિવાદનો અંત આવ્યો છે. રથયાત્રાના રૂટને હવે નહીં બદલવામાં આવે. મહત્વનું છે કે જગન્નાથની રથયાત્રામાં મેટ્રો રેલની કામગીરીને લીધે રૂટમાં ફેરફાર કરવા મંદિરને રજૂઆત કરાઈ હતી. પરંતુ અંતે મેટ્રો રેલના સતાધીશો રથયાત્રાના રૂટ પર મેટ્રોની કામગરી ઝડપી પુરી કરવાની ખાતરી આપતા મેટ્રો રેલની કામગીરી રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તેવો નિર્ણય લેવાયો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
