તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુભાઇ ખાબડના પુત્ર કિરણને 7 દિવસના રિમાન્ડ મંજૂર
મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે અન્ય એક ગુનામાં વધુ એક ફરિયાદ નોંધાઈ હતી: ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું: 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા:જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે કિરણ ખાબડની અટકાયત કરી હતી.

અમદાવાદ :મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુભાઇ ખાબડના પુત્ર કિરણને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે અન્ય એક ગુનામાં વધુ એક ફરિયાદ નોંધાઈ હતી.
ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા હતા. જામીન ઉપર છૂટ્યા બાદ તરત પોલીસે કિરણ ખાબડની અટકાયત કરી હતી. જ્યારે બીજા પુત્રને જામીન મળતા તેને જેલમુક્ત કરાયો છે. ત્યારે હવે મનરેગા કૌભાંડ મામલે કોર્ટે મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકે ગઈકાલે દાહોદના બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમા ધાનપુરના લવારીયા ગામે 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી નાણાં ઉપાડી લેવાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. કિરણ ખાબડની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી હતી. આગળના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ સબ જેલ ઉપરથી જ પોલીસે અટકાયત કરી હતી. મંત્રી પુત્ર કિરણ ખાબડ ફરી એકવાર પોલીસ રિમાન્ડ પર જતા રાજકારણ ગરમાયુ છે. રિમાન્ડ દરમિયાન મનરેગા કૌભાંડને લઈને મોટા ખુલાસા થઈ શકે છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
