<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

સુરતના ગોડાદરામાં માતાના પ્રેમીને અદાવતમાં પુત્રએ આડેધડ ચપ્પુના ઘા મારી પતાવી દીધો

માતાનો પ્રેમી હોવાની અને મોબાઈલ લઈ લીધો હોવાની અદાવત રાખી રસ્તામાં જ પુત્રએ પ્રેમીને ગળાના ભાગે તેમ જ પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં દેવીદર્શન સોસાયટીમાં રહેતા 32 વર્ષે યુવાનને 43 વર્ષીય મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો . 43 વર્ષની મહિલા પણ પોતાના પુત્ર સાથે એકલવાયું જીવન જીવતી હતી જેથી બંનેની આંખ મળી ગઈ હતી, અવારનવાર બંને મળતા પણ હતા. આ તમામની જાણ તેના પુત્રને પણ હતી પરંતુ તેમણે પ્રેમી સાથે માતાને નજરો નજર જોઈ લીધા હતા ત્યારબાદ પુત્રએ આ વાત મનમાં રાખી અને પ્રેમી સાથે માથાકૂટ કરી હતી તે દરમિયાન પ્રેમીને ચપ્પુ મારી દીધું હતું. સારવાર મળે તે પહેલા જ પ્રેમીનુ મોત થયું હતું

ગોડાદરા વિસ્તારમાં યુવકની હત્યા થતાની સાથે જ પોલીસ કામે લાગી ગઈ હતી. સૌપ્રથમ પોલીસને માતાએ ગુમરાહ કર્યા હતા. અને અલગ અલગ વાર્તાઓ બનાવી હતી પરંતુ પોલીસે કડક પૂછપરછ કરતા તેમના પુત્રએ જ હત્યા કરી હોવાની વાત જણાવી હતી.. જ્યારે માતાનો પ્રેમી ઘરે આવ્યો ત્યારે પુત્ર પણ ઘરે આવ્યો હતો અને મોબાઈલ કોણે લીધો તે બાબતથી ઝઘડો કર્યો હતો, જેથી પ્રેમિકાએ તેના પુત્રને ત્યાંથી ભગાવી દીધો હતો ત્યારબાદ પુત્ર જ આ પ્રેમીને તેમની બાઈક પર ઘરે મૂકવા માટે નીકળ્યો હતો. 

પોતાની માતાનો પ્રેમી હોવાની અને મોબાઈલ લઈ લીધો હોવાની અદાવત રાખી રસ્તામાં જ પુત્રએ પ્રેમીને ગળાના ભાગે તેમ જ પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. ચપ્પુ મારી દીધા બાદ પુત્ર ત્યાંથી નાસી છૂટ્યો હતો અને પ્રેમીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રેમીને સારવાર મળે તે પહેલા જ પ્રેમીનું મોત થતા પોલીસે હત્યાની કલમ ઉમેરી હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સમગ્ર મામલે માતાની પૂછપરછ કર્યા બાદ તુરંત પુત્રને શોધવા માટે કામે લાગી હતી અને ઘટના બની અને ગણતરીની કલાકમાં જ હત્યારા પુત્રને પોલીસે શોધી કાઢ્યો હતો. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી જેલના પાંજરે પૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(8:33 PM IST)