<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

અમદાવાદમાં સ્પા અને બોડી મસાજના નામે દેહવ્યાપારનો પર્દાફાશ :સ્પા માલિક સહિત 3 મહિલાઓની ધરપકડ

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ વન-વન પટેલ ચેમ્બર કોમ્પલેક્સમાં આવેલું "ધ ડેડી" સ્પામાં દરોડો

અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ વન-વન પટેલ ચેમ્બર કોમ્પલેક્સમાં આવેલું "ધ ડેડી" સ્પામાં AHTU પોલીસે આજ રોજ દરોડા પાડ્યા હતા. AHTU તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે અહીં સ્પા અને બોડી મસાજના નામે દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હતો.

પોલીસે ગુપ્ત માહિતી આધારે એક ડમી ગ્રાહક મોકલી સ્પાના મેનેજર પાસે મહિલાની માંગણી કરવામાં આવી હતી. આરોપી સ્પા માલિક ભોજકર હર્ષિલ દીપકકુમાર રૂ. ૬૦૦માં શારીરિક સંબંધ માટે સહમતી આપી હતી.જે બાદ પોલીસે તુરંત દરોડો પાડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

AHTUએ દરોડા દરમિયાન સ્થળ પરથી  દેહવ્યાપાર સાથે સંકળાયેલી ત્રણ મહિલાઓ ઝડપાઈ છે , જેમાંથી બે મિઝોરમ રાજ્યના વતની પણ શામિલ છે પોલીસે  રૂ. 1,500 રોકડ રકમ કબ્જે કરી છે અને CCTV ડિવીઆર અને સ્પાના અન્ય દસ્તાવેજો સીલ કરવામાં આવ્યા છે.કુલ 12 કેબીન સાથે ચાલતો સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.  

સ્પાના કર્મચારીઓને દિવસના 12 થી સાંજના 9 વાગ્યા સુધી કામ પર રાખવામાં આવતું અને દરેક ગ્રાહકના બદલે 600 રૂપિયા આપવામાં આવતાં. સ્પા સંચાલનમાં નકામા બોડી મસાજના નામે દેહવ્યાપારના રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે સ્પા માલિક અને સંચાલક સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને ધરપકડ બાદ આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે શહેરમાં આવાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખ્ત કાર્યવાહી ચાલુ રહેશે

(11:19 PM IST)