<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

પાટીદાર સમાજના મોભીને નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર? જીગીશા પટેલ અને બની પટેલની કથિત ઓડિયો કલીપ વાયરલ : જુઓ ઓડિયો ક્લિપ

ઓડિયો ક્લિપમાં નરેશ પટેલને ધમકી આપવાની અને પટેલને સીડી મોકલી બ્લેકમેલ કરવાની વાત:ઓડિયો ક્લિપથી પાટીદાર સમાજમાં ખળભળાટ

અમદાવાદ :પાટીદાર આંદોલનમાં સતત લડત ચલાવતા પાટીદાર અગ્રણી જીગીશા પટેલ અને બન્ની પટેલની કથિત જુની ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો ક્લિપમાં જીગીશા પટેલનો ફોટો પણ દેખાય છે

આ ઓડિયો ક્લિપથી પાટીદાર સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલનો પણ ઉલ્લેખ થાય છે. નરેશ પટેલને કોઇ યુવતી સાથેનો ફોટો બતાવી તેમને ધમકી આપવાની વાત ઓડિયો ક્લિપમાં થાય છે. નરેશ પટેલને સીડી મોકલી બ્લેકમેલ કરવાની વાત આ ઓડિયો ક્લિપમાં થઇ રહી છે. નરેશ પટેલને કોઇ ષડયંત્રમાં ફસાવી દેવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે આ ઓડિયો ક્લિપની  અમો પુષ્ટિ કરતા નથી .

 

જીગીશા પટેલ અને બન્ની પટેલની કથિત જુની ઓડિયો ક્લિપ વાયરલ અંગે પાટીદાર અગ્રણી જીગીશા પટેલે પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા છે. જીગીશા પટેલે જણાવ્યું હતું કે, હું આ ઓડિયો ક્લિપ વાયરલ અંગે કશું જાણતી નથી, પણ અમારા પાટીદાર સમજના મોભીઓને ફસાવાનું ષડયંત્ર હોઇ શકે છે, આ વાયરલ ઓડિયો ક્લિપની તપાસ કરાશે તો સમગ્ર સત્ય બહાર આવશે. 

(12:21 AM IST)