<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ન્યુક્લીયર બ્લેકમેઈલની ધમકીથી ભારત ડરશે નહીં : વડોદરામાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરનું સંબોધન

વડોદરાના વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશેષ દીક્ષાંત સમારોહમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર ઉપસ્થિત રહ્યાં

વડોદરાના વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશેષ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં માં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલ અને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પારુલ યુનિ. દ્વારા વિદેશી રાષ્ટ્રીય સ્નાતકો માટે વિશેષ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે નેપાળ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, મડાગાસ્કર મલાવી, મોઝામ્બિક, ધાના, લેસોથો સહિત 20 દેશોના 600 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ભારત સરકારના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સહિતના મહાનુભાવોએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધિ અને સાંસ્કૃતિક યોગદાનની ઉજવણી કરાઇ હતી.

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરએ પ્રાસંગિક ઉદબોદનમાં ભારતની ઉપલબ્ધિઓ વર્ણવી હતી તેમજ તેમના પડોશી દેશો અને વૈશ્વિક સંકટ સમયે ભારતે અન્ય દેશોમાટે કરેલી કામગીરી જણાવી હતી. વિશેષ કરીને તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે જે રીતે બદલો લીધો કે તે વિદેશી વિદ્યાર્થીઓ સમક્ષ વર્ણવ્યો હતો ઉપરાંત ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું તે વિશે જણાવ્યું હતુ.

(12:48 AM IST)