News of Saturday, 31st May 2025
જૂનાગઢ એસપી, કડી DYSPના ઓર્ડર.. તંત્રની મજબૂરી...પેટા ચૂંટણી નિમિત્ત છે...
ગુપ્તચર વડા, સીઆઈડી વડા, અમદાવાદ રેન્જ , DYSP બઢતી, posting અંગે અનિર્ણિત ગાંધીનગરે આ બે ઓર્ડર સ્પીડથી કર્યા તેનું રહસ્ય આવું છે : જૂનાગઢ મેળવવા ખૂબ ખૂબ પડાપડી હતી, રાજકોટ DCP, મોરબી એસપી વિગેરે સ્થળે ફરજ બજાવનાર મૂળ પોરબંદર જિલ્લાના સૌરાષ્ટ્રના અનુભવી ૨૦૧૪ બેચના IPS સુબોધ ઓડેદરા મેદાન મારી ગયા.... : અશોક કુમાર યાદવ, અને નીતીશ પાંડેના માર્ગદર્શનથી બહોળો અનુભવ મેળવનાર ખંભાળિયા DYSP હાર્દિક પ્રજાપતિને ચૂંટણી સમયે મહત્વની જવાબદારી કડીમાં આપવામાં આવી....

રાજકોટ તા.૩૧: IPS લેવલે ટોપ ટુ બોટમ બદલી, બઢતી, રેગ્યુલર Posting, DYSPથી એસપી લેવલે બઢતી વિગેરે મામલે ગમે તે કારણોસર ગાંધીનગર કોઇ નિર્ણય ન લેતું હોવાની દ્રઢ છાપ વચ્ચે ઞઈ કાલે અચાનક બે ઓર્ડર ગ્રહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યા જેને કારણે બહુ મોટું આヘુર્ય સર્જાયું છે. પણ આ નિર્ણય વિધાનસભા પેટાચુંટણીમાં મહત્વની એક્ઝિક્ટિવ જગ્યા ખાલી ન રાખવાના નિયમ મુજબ કરવામાં આવી છે, એથી બહુ આヘુર્ય પામવાની જરૂર નથી.
ગાંધીનગર પર સારા Posting માટે દબાણ હોય કે બીજું કૈક પણ એસપી લેવલના ચોક્કસ અધિકારીઓ DIG બન્યા બાદ પણ મૂળ જીલ્લાની જગ્યા કામચલાઉ ડીઆઈજી લેવલની કરી ચાલુ રખાયા. ગુજરાતના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે.
જૂનાગઢ એસપીની જગ્યા અગાઉથી નિર્ધાર કર્યા મુજબ ૫૦ વર્ષની ઉંમર પૂર્ણ થતા આધ્યાત્મિક માર્ગ પ્રયાણ કરવા ગાંધીનગરે જેમની ખાસ જૂનાગઢ નિમણુંક કરેલ તેવા હર્ષદ મહેતાના રાજીનામાં પછી જુનાગઢ એસપીની જગ્યા ખાલી હતી, ચાર્જ પોરબંદર એસપી પાસે હતો. હવે વિધાનસભા પેટા ચૂંટણી જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકની આવી ,જેમાં જુનાગઢનો ભાગ પણ સામેલ છે. આથી નિયમ મુજબ આ જગયા ભરવા કોસ્ટલ સિકયોરિટીના એસપી અને રાજકોટ DCP અને મોરબી એસપી વિગેરે સ્થળે ફરજ બજાવી મૂળ પોરબંદર જિલ્લા વાતની સાથે સૌરાષ્ટ્રની તાસીરથી વાકેફ સેવા ૨૦૨૪ બેચના IPS એસ. આર. ઓડેદરાની પસંદગી કરી.
મહેસાણા જિલ્લાના કડીની પણ પેટા ચૂંટણી છે, અહીં પણ DYSP ની જગ્યા ખાલી હતી, ચુંટણી નિયમ મુજબ આ જગ્યા ભરવી જરૂરી હોય દેવભૂમિ દ્વારકા જિલ્લાના DYSP હાર્દિક પ્રજાપતિની નિમણુક કરી.
IB, CID ક્રાઈમ, અમદાવાદ રેન્જ સહિત મહત્વના સ્થાની ખાલી, DYSPથી એસપી લેવલે બઢતીની રાહ જોઈ ઘણા તુરંત નિવળત થવાના હોવા છતાં ઓર્ડર ન થયા, એથી આ ઓર્ડરથી ઘણા નવાઈ પામ્યાં પણ આ બદલી મજબૂરી છે તેમ જાણકારો માને છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
