<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

આગામી 5 દિવસ રાજ્યના રાજ્યભરના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દ. ગુજરાત, દ. સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ : ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન

અમદાવાદ : આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની શકયતા છે, રાજ્યભરના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જૂન સુધી વિવિધ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

  દરમિયાન આજે દક્ષિણ ગુજરાત, દ. સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે. ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદના એંધાણ છે

(11:57 AM IST)