તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st May 2025
આખી જિંદગી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારની કદર, સરકાર પોઝિટિવ મેસેજ આપશે? નિવૃતિ પહેલા શિરપાવ

રાજકોટ તા. ૩૧: રાજ્ય પોલીસ તંત્રના DYSP લેવલના સિનિયર અધિકારીઓને એસપી તરીકે બઢતી આપતા ઓર્ડર તુરંત થાય અને આખી જિંદગી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ટૂંક સમયમાં નિવળત થનાર અધિકારીઓને પ્રોત્સાહિત કરી અન્ય અધિકારીઓને પણ ફરજ નિષ્ઠ પોલીસ અધિકારીનું રાજ્ય સરકાર સારી રીતે કદર કરે છે, તેવા હેતુથી તાત્કાલિક ઓર્ડર કરવા મુખ્ય મંત્રી કાર્યાલય અને ગળહ મંત્રી કાર્યાલય દ્વારા ધમધમાટ ચાલે છે.
સચિવાલય સૂત્રોના નિર્દેશ મુજબ કુલ ૧૮ DYSPબઢતી માટે હક્કદાર છે, જેમાંથી ઘણા સામે ખાતાકીય તપાસ ચાલતી હોય તેમના ઓર્ડર બંધ કવરમાં રાખી મૂકવામાં આવનાર હોવાની ચર્ચા છે. અંદાજે એક ડઝન ઓર્ડર થનાર હોવાનું સૂત્રો જણાવે છે , ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ફાઇલ પર મંજૂરી આપી દીધી છે. કેટલાક કાર્યદક્ષ અધિકારીઓની સેવા નિવળતિ પછી તેમને એક્સ્ટેન્શન આપી સરકાર તેમની સેવા યથાવત રાખવા માગે છે. તમામની નજર મુખ્ય મંત્રી, હર્ષભાઈ સંઘવીના કાર્યાલય તરફ આતુરતા ભરી મીટ મંડાયેલ છે
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
