તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 31st May 2025
અમદાવાદની હોસ્પિટલમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઇ :ગર્ભપાત કરાવવા આવતા ભાંડો ફૂટ્યો
હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે આધારકાર્ડને બદલે પાસપોર્ટ આપ્યો :વિઝા પણ માર્ચ મહિનામાં જ પૂર્ણ થયા છતાં ત્યારથી આ મહિલા અને તેમનો પરિવાર ગેરકાયદે ભારતમાં વસવાટ કરી રહ્યા છે.

અમદાવાદમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં હોસ્પિટલમાંથી એક પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે. મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા ગઈ હતી, આ સમયે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હાલ, પોલીસ મહિલા અને પરિવારની પૂછપરછ કરી રહી છે
અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાં એક મહિલા ગર્ભપાત કરવવા માટે આવી હતી. આ દરિમયાન હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે તેમની પાસે ઓળખ પુરાવો માંગવામાં આવ્યો. ત્યારે મહિલાએ ઓળખના પુરાવા રૂપે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો.
પાસપોર્ટ જોતા સ્ટાફને ખબર પડી કે આ મહિલા પાકિસ્તાની છે, જોકે, આ મહિલા પાકિસ્તાની છે અને તેમના વિઝા પણ માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ ગયા છે. ત્યારથી આ મહિલા અને તેમનો પરિવાર ગેરકાયદે ભારતમાં વસવાટ કરી રહ્યા છે.
આ પાકિસ્તાની મહિલાને એડમિટ રૂમને બદલે અલગથી ANC વોર્ડમાં રાખવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે, તેમનો પરિવાર પણ અહીં જ રહે છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાના વિઝા માર્ચ મહિનામાં પૂર્ણ થયા હોવાનો ખુલાસો થયો છે, ત્યારે પોલિસે વધુ તપાસ પણ હાથ ધરી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
