તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Saturday, 31st May 2025
ગુજરાત આવતા પહેલા ચોમાસુ અટકી ગયું, ગરમી ઉકળાટ રહેશે
દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સિસ્ટમ મુંબઇ પહોંચ્યા બાદ નબળી પડી ગઇ : રાજયમાં હાલ તો ભારે વરસાદની શકયતા નથી, કયાંક કયાંક છુટોછવાયો વરસી જાયઃ હવામાનખાતું

અમદાવાદઃ ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર તથા ગુજરાતની નજીક મુંબઈ સુધી પહોંચી ગયું હતું. આ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે સામાન્ય વર્ષ કરતા આ વખતે ચોમાસાનું વહેલું આગમન થશે. પરંતુ એવું થયું નથી અને ચોમાસાની સિસ્ટમ્સ મુંબઈ સુધી પહોંચ્યા પછી નબળી પડી ગઈ છે અને જેના કારણે ગુજરાત સુધી ચોમાસાને પહોંચવામાં વિલંબ થઈ શકે છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસે વરસાદમાં વિલંબ અંગે પણ વાત કરી છે અને તાપમાનની સ્થિતિ રાજયમાં કેવી રહેશે તે અંગે પણ જણાવ્યું છે. આજના દિવસે ગુજરાતના ૧૦ જિલ્લા તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદ આપતી સિસ્ટમ્સ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં. આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાત જૂન સુધી રાહ જોવી પડશે. આવામાં ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એકે દાસેઅમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ છે. વરસાદની ૭ દિવસની આગાહી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ બાકાત છે.
હવામાન વિભાગે ં ગુજરાતના પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તેમજ ં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
